February 4, 2009

કારણ, કોણ પૂછે છે ?


પવન ફરવાનું કારણ, કોણ પૂછે છે
કશુંક ખરવાનું કારણ, કોણ પૂછે છે !

નથી હોતું કશું અપવાદ જેવું કંઈ
સમય સરવાનું કારણ કોણ પૂછે છે

ગણીને માત્ર ગાંઠે બાંધશે,કિસ્સા
જતું કરવાનું કારણ, કોણ પૂછે છે !

મળે તો એમ, જાણે સાતભવનું સખ
નજર ફરવાનું કારણ, કોણ પૂછે છે !

ગયા એ પણ, અને જાનાર છે એ પણ
કદી, મરવાનું કારણ કોણ પૂછે છે !

બધાને ખ્યાલ છે,પથરા નથી તરતા
છતાં, તરવાનું કારણ કોણ પૂછે છે !


ડો.મહેશ રાવલ

No comments:

Post a Comment