February 9, 2009

કથા

ક્યાંક દરિયો અને ક્યાંક રણની કથા,
જિંદગી એટલે, આવરણની કથા !

આમ અકબંધ સંબંધની વારતા,
આમ, અણછાજતા અવતરણની કથા !

એ અલગ વાત છે કે, ન ભૂલી શકો,
પણ સ્મરણ માત્ર , છે વિસ્મરણની કથા !

શક્ય છે મત જુદો હોય દરિયા વિષે,
લોકજીભે ચડી છે, હરણની કથા !

સુર્ય જેવી નથી શખ્સિયત કોઇની,
છે ઉદય-અસ્ત વાતાવરણની કથા !

હરપળે અવતરે છે નવી શક્યતા,
ને પછી વિસ્તરે, વિસ્તરણની કથા,

કોઇ રસ્તો તફાવત નથી જાણતો,
પણ, બદલતી રહે છે ચરણની કથા !

નામ આપી ભલે મન મનાવો તમે,
પણ ખરેખર બેનામ, ક્ષણની કથા !

જિંદગી જિંદગી શું કરો છો બધા?
જિંદગી એટલે કે, મરણની કથા !!

~ ડૉ. મહેશ રાવલ

2 comments:

  1. હરપળે અવતરે છે નવી શક્યતા,
    ને પછી વિસ્તરે, વિસ્તરણની કથા,

    khub j sunder vat …..

    ReplyDelete
  2. આપની આ ગઝલ અહીં પ્રસિદ્ધ થઈ છે! http://gujaratikavitaanegazal.ning.com/profiles/blogs/3499594:BlogPost:151806

    ReplyDelete